ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મનોજકુમાર દાસની નિમણૂક કરવામાં આવી.
ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મનોજકુમાર દાસની નિમણૂક કરવામાં આવી.
Published on: 28th October, 2025

ગુજરાત સરકારે વરિષ્ઠ IAS અધિકારી મનોજ કુમાર દાસને સરકારના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર જાહેરનામા અનુસાર, મનોજ કુમાર દાસ (IAS, 1990 બેચ), જેઓ હાલમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપી રહ્યા છે, તેમની બદલી કરવામાં આવી છે અને તેમને 31 ઓક્ટોબર, 2025 (બપોર પછી) થી મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશીના સ્થાન લેશે.