ગોધરામાં SPએ ગરબા આયોજકો અને શાંતિ સમિતિ સાથે સુરક્ષા અંગે કરી બેઠક
ગોધરામાં SPએ ગરબા આયોજકો અને શાંતિ સમિતિ સાથે સુરક્ષા અંગે કરી બેઠક
Published on: 08th October, 2026

નવરાત્રી મહોત્સવ નજીક આવતા, પંચમહાલ જિલ્લા પોલીસે ગોધરા ખાતે જિલ્લા પોલીસ વડા SP ડૉ. હરેશ દુધાતની અધ્યક્ષતામાં ગરબા આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠકમાં ગરબા સ્થળોની સુરક્ષા, ટ્રાફ્કિ વ્યવસ્થા અને કોઈપણ અનિચ્છનીય ઘટના અટકાવવા પર ચર્ચા થઈ. SPએ આયોજકોને ખેલૈયાઓની સલામતી, હાર્ટ એટેક જેવી મેડિકલ ઇમરજન્સી માટે CPR તાલીમ, મેડિકલ ટીમ અને વીમાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી, જેથી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય.