શું હવે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી રહેવા નથી માંગતા??
શું હવે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી રહેવા નથી માંગતા??
Published on: 16th October, 2025

ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પણ બદલવાની પૂરેપૂરી તૈયારીઓ આરંભી દેવાઈ એવું લાગે છે. અત્યારે કેન્દ્રીય મંત્રીઓમાં અમિત શાહ, ભૂપેન્દ્ર યાદવ, જેપી નડ્ડા અને સુનિલ બંસલ જેવા નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે ગુજરાતના મોસ્ટ સિનિયર પોપ્યુલર પૂર્વ IAS અને લેફ્ટન્ટ ગવર્નર કૈલાસનાથને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુંબઈમાં ?? સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોવડી મંડળ આગળ પણ કહી ચૂક્યા છે કે, હવે એમને મુખ્યમંત્રી પદે નથી રહેવું.