ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન પર ફ્લાઈંગ સ્ક્વોડની મોટી કાર્યવાહી
ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન પર ફ્લાઈંગ સ્ક્વોડની મોટી કાર્યવાહી
Published on: 12th September, 2026

છોટા ઉદેપુર તાલુકામાં ઓરસંગ નદીના પટમાં થતા ગેરકાયદે રેતી ખનન પર વડોદરા ખાણ અને ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરીમાં 3 હિટાચી મશીન અને 7 ટ્રક સહિત અંદાજે 3.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સ્થળ પર કોઈ માન્ય લીઝ મંજૂર ન હોવાનું જણાયું હતું. ફ્લાઈંગ સ્ક્વોડે મશીનો અને વાહનો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સ્થળ તપાસ અને માપણી બાદ રોયલ્ટી નુકસાનનો આંકડો સ્પષ્ટ થશે.