ભુજની છાત્રાઓ અન્ડર-17-19 રગ્બીમાં સુવર્ણ ચંદ્રક જીતી રાજ્યકક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે
ભુજની છાત્રાઓ અન્ડર-17-19 રગ્બીમાં સુવર્ણ ચંદ્રક જીતી રાજ્યકક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે
Published on: 12th September, 2026

ભુજ ખાતે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની રગ્બી સ્પર્ધામાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની અન્ડર-17 અને અન્ડર-19 ટીમોએ સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) જીતી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વિજેતા ટીમો હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં કચ્છ જિલ્લાનું ગૌરવ વધારશે. સંસ્થાના મહંત સ્વામી, સંતમંડળ, સાંખ્યયોગી બહેનો, ટ્રસ્ટી મંડળ, કાનજીભાઈ મેપાણી, પ્રવીણભાઈ પીન્ડોરિયા, આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેન અને સમગ્ર સ્ટાફે વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતા.