અમરેલીમાં એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો
અમરેલીમાં એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો
Published on: 12th September, 2026

અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં દારૂની હેરફેર માટે બુટલેગરોએ ચોંકાવનારો કિમીયો અપનાવ્યો. દર્દીઓની તાત્કાલિક હેરફેર માટે વપરાતી એમ્બ્યુલન્સમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂની ખેપ મારવામાં આવી રહી હતી. બાબરા પોલીસે ઊટવડ નજીકથી વિદેશી દારૂથી ભરેલી એમ્બ્યુલન્સ ઝડપી પાડી. સ્ટ્રેચર બેડ નીચે ચોર ખાનામાંથી 1968 બોટલ દારૂ (કિંમત 3,56,000 રૂપિયા) જપ્ત કર્યો. એમ્બ્યુલન્સ સહિત કુલ 10.66 લાખનો મુદ્દામાલ કબજે કરી ગોંડલના બુટલેગર સાગર ઉર્ફે લાલો કમલેશ ગોહિલની ધરપકડ કરી, વધુ તપાસ હાથ ધરી.