મુંબઇથી ગુજરાત આવતી 3 ટ્રેનો મોડી પડશે
મુંબઇથી ગુજરાત આવતી 3 ટ્રેનો મોડી પડશે
Published on: 12th September, 2026

મુંબઈ સેક્શનમાં ઓપરેશનલ કારણોસર, 13મી સપ્ટેમ્બર, રવિવારે મુંબઈથી ગુજરાત આવતી ત્રણ મહત્વની ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરાયો છે. પશ્ચિમ રેલવે મુજબ, આ ટ્રેનો 15 થી 45 મિનિટ સુધી રેગ્યુલેટ (મોડી) થશે. ટ્રેન નંબર 22927 લોકશક્તિ એક્સપ્રેસ 45 મિનિટ, 22945 સૌરાષ્ટ્ર મેલ 20 મિનિટ અને 12901 ગુજરાત મેલ 15 મિનિટ મોડી ચાલશે. વાપી, સુરત, વડોદરા, અમદાવાદ જેવા સ્ટેશનો પરથી મુસાફરી કરનારા પ્રવાસીઓને અસર થશે. મુસાફરોને સ્ટેશન જતા પહેલા ટ્રેનનું સ્ટેટસ ચકાસવા સૂચન છે.