પિંડારા ગામે શ્રાવણી અમાવસ્યાએ કુસ્તીનો અખાડો જામ્યો
પિંડારા ગામે શ્રાવણી અમાવસ્યાએ કુસ્તીનો અખાડો જામ્યો
Published on: 12th September, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પિંડારા ગામે શ્રાવણી અમાવસ્યાએ દાયકાઓ જૂની પરંપરા મુજબ કુસ્તી મેળાનું આયોજન થયું. આ મેળામાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના કુસ્તીબાજોએ ભાગ લીધો. અખાડામાં મલ્લો વચ્ચે રંગેચંગે કુસ્તી જામી, જેમાં તેમણે વિવિધ દાવપેચથી દર્શકોને રોમાંચિત કર્યા. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેણે સમગ્ર આયોજનને ઉત્સવમય બનાવ્યું.