પંચમહાલમાં 2.79 કરોડની ગ્રાન્ટ કૌભાંડ
પંચમહાલમાં 2.79 કરોડની ગ્રાન્ટ કૌભાંડ
Published on: 12th September, 2026

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં 2.79 કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. તપાસ અધિકારીના સોગંદનામા મુજબ, તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) ગાયત્રીબહેન પટેલ અને તેમના મળતીયાઓની ગંભીર સંડોવણી ખુલ્લી પડી છે. વાસ્તવમાં કોઈ સામાન ખરીદાયો ન હતો, પરંતુ કાગળ પર ખરીદી દર્શાવી 'જે. એસ. કોમ્પ્યુટર' ના ખાતામાં ગ્રાન્ટ જમા કરવામાં આવતી હતી. ઉચાપત થયેલી રકમમાંથી 80 ટકા રકમ સહ-આરોપીઓને આપી દેવાતી હતી. નોકરીમાંથી છૂટા કરાયેલા આરોપીઓએ બાદમાં પણ ગેરકાયદેસર રીતે રકમ ટ્રાન્સફર કરી હોવાનું બહાર આવ્યું છે.