જામનગરના લાલપુર નજીક પ્લાન્ટમાં મજૂરીકામ દરમિયાન શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ
જામનગરના લાલપુર નજીક પ્લાન્ટમાં મજૂરીકામ દરમિયાન શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ
Published on: 07th August, 2026

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ સીમમાં આવેલી પોલીસીલીકોન પ્લાન્ટમાં મજૂરીકામ કરતા મોહન રામજી ભગત (ઉ.વ.40) ને અચાનક ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 194 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.