વડોદરાના સન ફાર્મા રોડ પર કાર ડિવાઈડર પર ચડી થાંભલામાં ભટકાયેલી, એરબેગ્સ ખુલી
વડોદરાના સન ફાર્મા રોડ પર કાર ડિવાઈડર પર ચડી થાંભલામાં ભટકાયેલી, એરબેગ્સ ખુલી
Published on: 07th August, 2026

વડોદરાના સન ફાર્મા રોડ પર ગઈ રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ફૂલ સ્પીડમાં જતી એક કાર ચાલકનો કાબૂ ગુમાવતા ડિવાઈડર પર ચડી થાંભલામાં ઘૂસી ગઈ. આ ધડાકા સાથે લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. કારચાલક નશામાં હોવાની શક્યતા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ તૂટી ગયો અને એરબેગ્સ ખુલી ગઈ, પરંતુ સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી.