ગુજરાત ન્યાયતંત્રમાં 79 જજને પ્રમોશન, 63 સિવિલ જજની બદલી
ગુજરાત ન્યાયતંત્રમાં 79 જજને પ્રમોશન, 63 સિવિલ જજની બદલી
Published on: 07th August, 2026

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી અને સુદ્રઢ બનાવવાના હેતુથી રાજ્યના ન્યાયતંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, રાજ્યના કુલ 79 જજને પ્રમોશન આપીને તેમની ઉપલી કેડરમાં નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, વહીવટી કારણોસર અને ન્યાયિક કામગીરીને વધુ પારદર્શક બનાવવા માટે 63 સિવિલ જજની બદલી કરવામાં આવી છે. આ તાત્કાલિક અસરથી લાગુ પડશે અને પડતર કેસોનો ઝડપી નિકાલ લાવવા તેમજ ખાલી જગ્યાઓ ભરવા માટે મહત્વનું સાબિત થશે.