ગુજરાતમાં એનાલોગ પનીર પર એક વર્ષનો પ્રતિબંધ: સરકારનો ગેઝેટ જાહેર
ગુજરાતમાં એનાલોગ પનીર પર એક વર્ષનો પ્રતિબંધ: સરકારનો ગેઝેટ જાહેર
Published on: 07th August, 2026

ગુજરાત સરકારે રાજ્યમાં એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પનીરના નમૂનાઓની તપાસ બાદ આ નિર્ણય લેવાયો છે, જે 5 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે અને ફૂડ સેફ્ટી વિભાગ સતત ચેકિંગ કરશે.