વડોદરામાં મોર્નિંગ વોક પર નીકળેલા સિનિયર સિટીઝનના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપ
વડોદરામાં મોર્નિંગ વોક પર નીકળેલા સિનિયર સિટીઝનના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપ
Published on: 07th August, 2026

વડોદરાના આજવા રોડ પર ભાગ્ય લક્ષ્મી ટાઉનશીપમાં રહેતા 61 વર્ષીય પ્રેમચંદ હરીશંકર યાદવ, જેઓ રોજ સવારે કામલાનગર તળાવ ખાતે મોર્નિંગ વોક માટે જાય છે, તેમની સાથે ચોરીની ઘટના બની. 30 જુલાઈના રોજ સવારે 6:30 વાગે, જ્યારે તેઓ વોક પર હતા, ત્યારે બે અજાણ્યા આરોપીઓ ટુ વ્હીલર પર આવ્યા. પાછળ બેઠેલા આરોપીએ અચાનક પ્રેમચંદભાઈના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લીધી અને દત્તનગર તરફ ભાગી ગયા. બંને આરોપીઓએ સફેદ શર્ટ અને પેન્ટ પહેર્યા હતા.