મુંબઈના જળાશયોમાં 24 કલાકમાં 63 ઈંચ વરસાદ
મુંબઈના જળાશયોમાં 24 કલાકમાં 63 ઈંચ વરસાદ
Published on: 08th July, 2026

જૂન મહિનાના સૂકા બાદ જુલાઈમાં થયેલા ભારે વરસાદથી મુંબઈના જળાશયોમાં પાણીનો જથ્થો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સાત જળાશયોમાં કુલ 63 ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે, મુંબઈ પરનો 10 ટકા પાણીકાપ દૂર કરવા હજુ વધુ વરસાદની જરૂર છે. અપ્પર વૈતરણા, મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી જળાશયોમાં અલગ-અલગ માત્રામાં વરસાદ થયો છે. હાલમાં જળાશયોમાં 41,864.9 કરોડ લિટર પાણી છે, જે કુલ જરૂરિયાતના 28.92% છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાઓમાં વધુ વરસાદની અપેક્ષા છે.