વડોદરાની કંડારી કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી પર પ્રેરણાદાયક સેમિનાર
વડોદરાની કંડારી કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી પર પ્રેરણાદાયક સેમિનાર
Published on: 22nd August, 2026

કરજણ નજીક ને.હા.48 પર સ્થિત શ્રીમતી. એચ. સી. પટેલ (કંડારી) આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રિન્સિપાલ ડૉ. જી. એસ. પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સેમિનાર યોજાયો. સંકલ્પ કેરિયર એકેડેમીના ડિરેક્ટર વિકાસે પરીક્ષાનું માળખું, અભ્યાસક્રમ અને સફળ વ્યૂહરચના પર વિસ્તૃત માહિતી આપી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.