વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે
Published on: 18th June, 2026

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની  કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું છમકલું થયું હતું. એ પછી હવે હોસ્ટેલ સત્તાધીશોએ નવા શૈક્ષણિક વર્ષથી હોસ્ટેલના રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્રિકલ ઉપકરણો રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સૂત્રોએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટેના નિયમોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.