'દીકરા તારા માટે પાકીટ ભરી રૂપિયા લાવી, પાછો આવી જા': વડોદરા અકસ્માતમાં માતા સામે 9 વર્ષના પુત્રએ દમ તોડ્યો
'દીકરા તારા માટે પાકીટ ભરી રૂપિયા લાવી, પાછો આવી જા': વડોદરા અકસ્માતમાં માતા સામે 9 વર્ષના પુત્રએ દમ તોડ્યો
Published on: 18th June, 2026

હાલોલ-વડોદરા હાઇવે પર કોટંબી નજીક થયેલા ભયાનક બસ-ટ્રક અકસ્માતમાં 8 લોકોના મોત થયા અને અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા. આ દુર્ઘટનામાં 9 વર્ષના પ્રીતનું તેની માતાની નજર સામે જ મોત થયું, જ્યારે તેની માસીના હૈયાફાટ રુદને હોસ્પિટલમાં સૌને ભાવુક કરી દીધા. અકસ્માતમાં બસના ડ્રાઇવર મુકેશભાઈ અને તેમના મિત્ર ટ્રક ક્લીનર સુરેશભાઈ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યો, જેના કારણે તેમના નાના સંતાનો પિતાની છત્રછાયા વિના રહ્યા. રાજસ્થાનથી સુરત જઈ રહેલી બસમાં સર્જાયેલા આ અકસ્માત બાદ SDRF, NDRF અને ફાયર ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી.