મોડાસામાં પીવાના કૂવા નજીક શૌચાલય નિર્માણથી સ્થાનિકોમાં રોષ
મોડાસામાં પીવાના કૂવા નજીક શૌચાલય નિર્માણથી સ્થાનિકોમાં રોષ
Published on: 18th June, 2026

મહીસાગર જિલ્લાના કોઠંબા ગામે પીવાના પાણીના કૂવા પાસે જાહેર શૌચાલયનું નિર્માણ શરૂ થતાં સ્થાનિક રહીશોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પાણીના મુખ્ય કૂવાની નજીક શૌચાલય બનાવવાથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર ખતરો ઊભો થયો છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો બાદ હાલ કામગીરી સ્થગિત કરવામાં આવી છે. શૌચાલય અને પાણીના સ્ત્રોત વચ્ચે ૧૦૦ મીટરના અંતરની સરકારી ગાઈડલાઈન (GDCR) હોવા છતાં તેનું પાલન થયું નથી. ભવિષ્યમાં ગંદકી અને દૂષિત પાણી કૂવામાં ભળી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે.