પંચમહાલમાં સંભવિત પૂર સામે સજ્જતા: યોજાઈ વિશેષ મોકડ્રીલ, સુરક્ષા સુનિશ્ચિત
પંચમહાલમાં સંભવિત પૂર સામે સજ્જતા: યોજાઈ વિશેષ મોકડ્રીલ, સુરક્ષા સુનિશ્ચિત
Published on: 18th June, 2026

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ગામ પાસે સીમલેટ બેટ ખાતે ચોમાસામાં સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક વિશેષ સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આપત્તિ સમયે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધવું, શોધ-બચાવ અને સુરક્ષિત સ્થળાંતરની કામગીરીને વધુ અસરકારક બનાવવાનો હતો. SDRF ની ટીમે બોટ અને અન્ય સાધનો વડે ફસાયેલા લોકોને બચાવ્યા અને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું નિદર્શન કર્યું.