માંડલને વર્ષો બાદ મળશે નવું સરકારી પુસ્તકાલય, વાંચનપ્રેમીઓમાં ખુશી
માંડલને વર્ષો બાદ મળશે નવું સરકારી પુસ્તકાલય, વાંચનપ્રેમીઓમાં ખુશી
Published on: 18th June, 2026

માંડલ નગરમાં વર્ષોથી બંધ પડેલા પુસ્તકાલયની ખંડેર હાલત શિક્ષણવિદો અને વાંચનપ્રેમીઓ માટે ચિંતાનો વિષય હતી. તાલુકા મથક તરીકે વિકાસ પામતાં માંડલ માટે પુસ્તકાલયની તાતી જરૂરિયાત હતી. આખરે, સરકારે માંડલ તાલુકા પંચાયત પાછળ રૂપિયા 20 લાખના ખર્ચે અદ્યતન પુસ્તકાલય ફાળવ્યું છે. જેમાં ધાર્મિક, સાહિત્ય, કાયદા અને રોજગારલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. આ પુસ્તકાલયનું લોકાર્પણ તા. 18 ગુરુવારે થશે.