લુણાવાડા મામલતદાર કચેરીમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી
લુણાવાડા મામલતદાર કચેરીમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી
Published on: 18th June, 2026

મહીસાગર જિલ્લાના લુણાવાડા મામલતદાર કચેરીની ATVT શાખામાં વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે, વિદ્યાર્થીઓ અને વાલીઓ વિવિધ દાખલાઓ માટે ઉમટી રહ્યા છે. પરંતુ, કચેરીમાં માત્ર એક જ ટેબલ કાર્યરત હોવાથી અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. આ કારણે, ખાસ કરીને ગરમીમાં, નાના બાળકો અને મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. દૂર-દૂરથી આવતા ગરીબ પરિવારો સમયસર કામ ન થતાં નિરાશ થઈને પરત ફરે છે.