સાબરકાંઠાના પ્રાંતિજ નજીક સ્કોર્પિયોનું ટાયર ફાટતા અકસ્માત
સાબરકાંઠાના પ્રાંતિજ નજીક સ્કોર્પિયોનું ટાયર ફાટતા અકસ્માત
Published on: 18th June, 2026

પ્રાંતિજ તાલુકાના તાજપુર નજીક નેશનલ હાઇવે પર સ્કોર્પિયો ગાડીનું પાછળનું ટાયર અચાનક ફાટતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગાડી ડિવાઇડર સાથે અથડાઈને આગળ જઈ રહેલા આઈસર સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં સ્કોર્પિયોના ચાલકને માથાના ભાગે ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી હાઇવે ઓથોરિટીની ટીમે વાહનોને ખસેડી ટ્રાફિક પુનઃસ્થાપિત કર્યો હતો.