પાટણની મીઠીવાવડી શાળાના આચાર્ય શીતલબેન સ્વામીને 'સાંદીપનિ ગુરુગૌરવ એવોર્ડ'થી સન્માન
પાટણની મીઠીવાવડી શાળાના આચાર્ય શીતલબેન સ્વામીને 'સાંદીપનિ ગુરુગૌરવ એવોર્ડ'થી સન્માન
Published on: 30th July, 2026

પાટણ તાલુકાની મીઠીવાવડી પ્રાથમિક શાળાના આચાર્ય શીતલબેન સ્વામીને શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ કાર્ય બદલ પોરબંદર ખાતે પ્રતિષ્ઠિત 'સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ' એનાયત કરાયો છે. તેમની આગેવાની હેઠળ શાળા 'આનંદશાળા' તરીકે ઓળખાય છે, જ્યાં ગોખણપટ્ટીને બદલે 'લર્નિંગ બાય ડૂઈંગ' પર ભાર મૂકવામાં આવે છે. શાળામાં ગણિત-ભાષા માટે પેન્સિલ સ્કલ્પચર્સ, જીઓમેટ્રિક ગાર્ડન, ઓટોમેશન સ્પીકર, ભગવદ્ ગીતા શ્રવણ, વૃક્ષારોપણ અને વર્ચ્યુઅલ ક્લિનિક જેવી અનેક અદ્વિતીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે.