વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં છોકરીઓ શૈક્ષણિક ક્ષેત્રે છોકરાઓ કરતાં આગળ
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં છોકરીઓ શૈક્ષણિક ક્ષેત્રે છોકરાઓ કરતાં આગળ
Published on: 12th September, 2026

એમ.એસ.યુનિવર્સિટીના ૭૫મા પદવીદાન સમારોહમાં કુલ ૧૨૫૫૭ ડિગ્રી એનાયત થશે, જેમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતાં વધુ છે. બેચલર, માસ્ટર અને પીએચડી ડિગ્રીઓમાં, ટેકનોલોજી, મેડિસિન અને ફાર્મસી સિવાયની મોટાભાગની ફેકલ્ટીઓમાં વિદ્યાર્થિનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને માસ્ટર ડિગ્રી અને પીએચડીમાં તેમનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાય છે, જે ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની વધતી ભાગીદારી દર્શાવે છે. ગોલ્ડ મેડલ મેળવનારાઓમાં પણ વિદ્યાર્થિનીઓ આગે રહેશે તેવી અપેક્ષા છે.