ભરૂચના અંકલેશ્વરમાં 35 દિવસ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રાહત
ભરૂચના અંકલેશ્વરમાં 35 દિવસ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રાહત
Published on: 12th September, 2026

ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 35 દિવસથી ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીથી રાહત મળી. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. આ વરસાદી માહોલ ખેડૂતોમાં આશા જગાવી રહ્યો છે અને તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે.