ગુજરાતમાં ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ
ગુજરાતમાં ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ
Published on: 12th September, 2026

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરી એકવાર સારો વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગે 12 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરતમાં અતિભારે વરસાદની આગાહી છે. 13 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, બોટાદ, રાજકોટ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.