RTE પ્રવેશ પ્રક્રિયામાં મોટો ફેરફાર: વાલીઓ માટે પોર્ટલમાં પાળી પસંદગીનો વિકલ્પ ઉમેરાયો, શાળાઓની મનમાની પર રોક લાગશે.
RTE પ્રવેશ પ્રક્રિયામાં મોટો ફેરફાર: વાલીઓ માટે પોર્ટલમાં પાળી પસંદગીનો વિકલ્પ ઉમેરાયો, શાળાઓની મનમાની પર રોક લાગશે.
Published on: 21st March, 2026

RTE હેઠળ વંચિત જૂથનાં બાળકો સાથે થતા અન્યાયને રોકવા માટે શિક્ષણ વિભાગે RTE પોર્ટલમાં પાળી પદ્ધતિનો વિકલ્પ ઉમેર્યો છે. વાલીઓ હવે ફોર્મ ભરતી વખતે જ પોતાની પાળી પસંદ કરી શકશે. RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં ૨૫% બેઠકો પર મફત શિક્ષણ મળે છે, પરંતુ શાળાઓ બપોરની પાળીમાં ધકેલી દેતી હતી. આથી, પોર્ટલમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કાર્યક્રમ જાહેર થશે. DEO-DPEO પાસે બે પાળીમાં ચાલતી શાળાઓની માહિતી પણ મંગાવવામાં આવી છે.