મહેસાણાની 53 આંગણવાડીઓ બનશે 'સ્માર્ટ કિડ્સ' જેવી
મહેસાણાની 53 આંગણવાડીઓ બનશે 'સ્માર્ટ કિડ્સ' જેવી
Published on: 30th July, 2026

મહેસાણા મહાનગરપાલિકા શહેરની આંગણવાડીઓને ખાનગી પ્રિ-સ્કૂલ જેવી આધુનિક અને બાળકોને આકર્ષે તેવી બનાવવા તરફ આગળ વધી રહી છે. પ્રથમ તબક્કામાં શહેર અને ભળેલા 14 ગામોને આવરી લઇને 53 આંગણવાડીનું નવીનીકરણ હાથ ધરાયું છે. જેમાં 21 આંગણવાડીઓમાં કામગીરી ચાલી રહી છે, જ્યારે 8 આંગણવાડીઓનું કામ પૂર્ણતાના આરે છે. બાળકો રમતાં-રમતાં શીખી શકે તે માટે દિવાલો પર શૈક્ષણિક ચિત્રો, રંગબેરંગી ડિઝાઇન અને બાળમિત્ર વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. નવીનીકરણ સાથે બાળકો માટે રમકડાં, શૈક્ષણિક સાધનો અને રમત ગમતની સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે.