વડોદરાના માંજલપુરમાં દેશી દારૃના ૨૮૦ લીટર સાથે એક મહિલા ઝડપાઇ
વડોદરાના માંજલપુરમાં દેશી દારૃના ૨૮૦ લીટર સાથે એક મહિલા ઝડપાઇ
Published on: 23rd August, 2026

માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે આવેલા ઝૂંપડામાંથી દેશી દારૃનું વેચાણ કરતી હેતલબેન મધુભાઇ ગાયકવાડ નામની મહિલાને માંજલપુર પોલીસે ૨૮૦ લીટર દારૃ સાથે ઝડપી પાડી છે. આ ઝડપાયેલા દારૃની કિંમત ૫૬ હજાર રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. મહિલાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, આ દારૃનો જથ્થો ભાલીયાપુરાના ખોડાભાઇ પાસેથી લાવવામાં આવ્યો હતો. પોલીસે આ સંદર્ભે ખોડાભાઇને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.