વ્યારા સુગર મિલના બાકી નાણાં મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ
વ્યારા સુગર મિલના બાકી નાણાં મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ
Published on: 08th October, 2026

વ્યારા સુગર મિલ દ્વારા શેરડીના બાકી નાણાં ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા, સભાસદો અને અગ્રણીઓએ ધરણાં પ્રદર્શન શરૂ કર્યા છે. આજરોજ સેવા સદનના ગેટ બહાર ખેડૂતોએ વ્યારા સુગરના ચેરમેન માનસિંગ પટેલના પૂતળાનું દહન કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોએ તાત્કાલિક નાણાં નહીં ચૂકવાય તો રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.