વડોદરાના નવી જીથરડી શાળામાં બાળકો પાસે સફાઈ કરાવવાનો સરપંચે કર્યો આક્ષેપ
વડોદરાના નવી જીથરડી શાળામાં બાળકો પાસે સફાઈ કરાવવાનો સરપંચે કર્યો આક્ષેપ
Published on: 08th October, 2026

વડોદરાના કરજણ તાલુકાના નવી જીથરડી ગામની શાળામાં નાના બાળકો પાસે શાળાના ગ્રાઉન્ડની સાફ-સફાઈ કરાવવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચ ભગત વિનયભાઈએ શાળાના આચાર્યને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતાં તેમણે હવે શિક્ષણમંત્રીને આ મામલે રજૂઆત કરવાનું નક્કી કર્યું છે. બાળકોને અભ્યાસને બદલે સફાઈકામ કરાવવામાં આવતાં હોવાની ફરિયાદ છે.