UK વર્ક વિઝાના નામે કોલેજ લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી!
UK વર્ક વિઝાના નામે કોલેજ લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી!
Published on: 18th June, 2026

વલસાડની સરકારી પોલિટેકનિક કોલેજમાં ફરજ બજાવતા એક મહિલા લેક્ચરર સાથે UK વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને લંડન સ્થિત એજન્ટે મોટી છેતરપિંડી આચરી છે. વિઝા પ્રોસેસના નામે કટકે-કટકે 35 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધા બાદ, માત્ર 62 હજાર રૂપિયા પરત આપી બાકીના 34.39 લાખ રૂપિયા ચાંઉ કરી ગયા. ભોગ બનનાર મહિલાએ UK સ્થિત ધવલ ગડાણી નામના એજન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.