સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે તપાસ ડેવલપર્સ સુધી પહોંચી
સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે તપાસ ડેવલપર્સ સુધી પહોંચી
Published on: 09th October, 2026

સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે સરકારની ઉચ્ચસ્તરીય તપાસ સમિતિએ તપાસનો વ્યાપ વધાર્યો છે. અત્યાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની પૂછપરછ બાદ હવે વિવાદી જમીનના ડેવલપર્સને સમિતિ સમક્ષ હાજર રહેવા તેડું મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત, ડિમોલિશન માટે JCB લાવનાર કોન્ટ્રાક્ટર એજન્સી અને વીજ પુરવઠા સાથે સંકળાયેલા પાલિકા તથા ટોરેન્ટ પાવરના કર્મચારીઓના નિવેદનો પણ નોંધવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે, ત્યારે તપાસ સમિતિ ટૂંક સમયમાં પોતાનો અંતિમ અહેવાલ સરકારને સુપરત કરશે.