પાટડીના કચોલીયા ગામ પાસે પેપર મિલના પ્રદૂષણથી ખેડૂતો અને ગ્રામજનો પરેશાન
પાટડીના કચોલીયા ગામ પાસે પેપર મિલના પ્રદૂષણથી ખેડૂતો અને ગ્રામજનો પરેશાન
Published on: 10th October, 2026

પાટડી તાલુકાના કચોલીયા ગામ પાસે આવેલી રામેસ્વરા પેપર મિલ દ્વારા લાંબા સમયથી પ્રદુષિત પાણી છોડવામાં આવતા આસપાસના ખેડૂતોની જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાંથી નીકળતા ગંદા પાણી અને ફેક્ટરીની અંદરની ગંદકીથી આરોગ્યને પણ નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ ગાંધીનગર ખાતે રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. આ મામલે જિલ્લા કલેક્ટર અને પાટડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.