ગુજરાતમાં દર દાયકે ગરમ દિવસોમાં 2.3 અને ગરમ રાતોમાં 1.5 દિવસનો વધારો
ગુજરાતમાં દર દાયકે ગરમ દિવસોમાં 2.3 અને ગરમ રાતોમાં 1.5 દિવસનો વધારો
Published on: 10th October, 2026

ભારતીય હવામાન વિભાગ (IMD)ના 1951-2025ના અભ્યાસ મુજબ, ગુજરાતમાં દર 10 વર્ષે 35°Cથી વધુ તાપમાનવાળા દિવસોમાં 2.3 દિવસ અને 20°Cથી વધુ તાપમાનવાળી રાતોમાં 1.5 રાતનો વધારો નોંધાયો છે. 'ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ક્લાઇમેટોલોજી'માં પ્રકાશિત આ સંશોધન દર્શાવે છે કે તાપમાનમાં આ ફેરફારો ખેતી, ખાસ કરીને કપાસના પાક પર 'હીટ યુનિટ્સ'નું દબાણ વધારી રહ્યા છે. ઊંચું રાત્રિ તાપમાન પશુઓની પ્રજનન ક્ષમતા પર પણ નકારાત્મક અસર કરી રહ્યું છે, જે પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે.