રાપર નગરપાલિકા દ્વારા પાર્કિંગ અને દબાણ દૂર કરવા ડિમાર્કેશન ઝુંબેશ હાથ ધરાઈ
રાપર નગરપાલિકા દ્વારા પાર્કિંગ અને દબાણ દૂર કરવા ડિમાર્કેશન ઝુંબેશ હાથ ધરાઈ
Published on: 10th October, 2026

રાપર નગરપાલિકા દ્વારા રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી અને પોલીસના સહયોગથી શહેરના મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવા માટે ડિમાર્કેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની આગેવાની હેઠળ અધિકારીઓ અને પોલીસની ટીમે મુખ્ય બજારોમાં નિરીક્ષણ કર્યું. વેપારીઓ અને લારી-ગલ્લાવાળાઓને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા સૂચના અપાઈ છે. જો જાતે દબાણ દૂર નહીં થાય તો નગરપાલિકા દ્વારા તોડફોડની કાર્યવાહી કરવામાં આવશે.