વ્યારામાં મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર
વ્યારામાં મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર
Published on: 10th October, 2026

તાપી જિલ્લામાં મહેસૂલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળના ત્રીજા દિવસે વ્યારામાં આશરે 200 કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. કર્મચારીઓએ પોતાની 14 પડતર માંગણીઓના નિરાકરણ માટે 151 વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ માંગણીઓમાં કામગીરી, બઢતી, બદલી, સીધી ભરતી, ફિક્સ પગાર, સિનિયોરિટી યાદી, ખાતાકીય પરીક્ષા, PTA ભથ્થું, જનસેવા કેન્દ્ર માટે મંજૂરી, ડિજિટલ ભારણ અને માનસિક તણાવ ઘટાડવાનો સમાવેશ થાય છે. કર્મચારીઓએ જણાવ્યું કે જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.