નસવાડીના ભૂતખાન ગામનો નવો RCC રોડ ધોવાતાં સ્થાનિકોમાં અકસ્માતનો ભય
નસવાડીના ભૂતખાન ગામનો નવો RCC રોડ ધોવાતાં સ્થાનિકોમાં અકસ્માતનો ભય
Published on: 10th October, 2026

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભૂતખાન ગામમાં તાજેતરમાં જ બનેલો 7.50 મીટરનો RCC રોડ ચોમાસામાં ધોવાઈ ગયો છે. રોડની બાજુમાં મોટા ખાડા પડી ગયા છે અને કોતરના પાણીના કારણે રોડ પર મસમોટું ગાબડું પડ્યું છે, જેના કારણે રાત્રે અવરજવર કરતા લોકોને અકસ્માતનો ભય રહે છે. ગામના 10-15 પરિવારો માટે આ રોડ સુગમતા લાવ્યો હતો, પરંતુ હવે તેના સમારકામની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.