સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓએ 'મેડપલ્સ' પ્લેટફોર્મ દ્વારા ગ્રામ્ય પરિવારોને આરોગ્યસેવા સાથે જોડ્યા
સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓએ 'મેડપલ્સ' પ્લેટફોર્મ દ્વારા ગ્રામ્ય પરિવારોને આરોગ્યસેવા સાથે જોડ્યા
Published on: 10th October, 2026

સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા 'મેડપલ્સ' નામનું ડિજિટલ વેબ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. કોમ્યુનિટી મેડિસિન બ્રાન્ચ હેઠળ MBBSના વિદ્યાર્થી ધ્રુવ પટેલે ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ (FAP)ને ડિજિટલ સ્વરૂપ આપ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા 3,000 ગ્રામ્ય પરિવારોના આશરે 10,000 નાગરિકોની આરોગ્ય માહિતીનું સંચાલન, દર્દીઓનું ફોલોઅપ અને જરૂરિયાત મુજબ હોસ્પિટલમાં રેફરલની પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ પહેલમાં 600 મેડિકલ વિદ્યાર્થીઓ અને 100 ફેકલ્ટી સભ્યો જોડાયા છે, જે ટેક્નોલોજી દ્વારા મેડિકલ શિક્ષણ અને ગ્રામ્ય આરોગ્યસેવા વચ્ચેનું જોડાણ મજબૂત કરે છે.