સુરેન્દ્રનગર સ્ટેશન પર 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ ગર્ડર લોન્ચિંગ સમય પહેલાં પૂર્ણ
સુરેન્દ્રનગર સ્ટેશન પર 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ ગર્ડર લોન્ચિંગ સમય પહેલાં પૂર્ણ
Published on: 10th October, 2026

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગનું પડકારજનક કાર્ય 2 થી 8 ઓક્ટોબર દરમિયાન નિર્ધારિત સમય કરતાં વહેલું પૂર્ણ કર્યું છે. મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં ન્યૂનતમ વિક્ષેપ જાળવીને આ કામગીરી કરવામાં આવી. આ નવો બ્રિજ ભવિષ્યમાં તહેવારો અને રોજીંદા ધસારા દરમિયાન મુસાફરોની અવરજવરને સુગમ બનાવશે. આ માટે 350 ટનની ક્રેન અને 60 થી વધુ મજૂરોની ટીમ તૈનાત કરાઈ હતી.