દેત્રોજધામમાં શ્રી વડવાળા દેવના નૂતન મંદિર નિર્માણ માટે દેશભરના તીર્થસ્થળોએથી માટી અને જળ લવાયા
દેત્રોજધામમાં શ્રી વડવાળા દેવના નૂતન મંદિર નિર્માણ માટે દેશભરના તીર્થસ્થળોએથી માટી અને જળ લવાયા
Published on: 10th October, 2026

અમદાવાદ જિલ્લાના દેત્રોજધામમાં શ્રી રબારી સમાજ દ્વારા શ્રી વડવાળા દેવના નૂતન મંદિરના નિર્માણ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે, દેશના વિવિધ પવિત્ર તીર્થધામોની મહાતીર્થ યાત્રાનું આયોજન કરાયું હતું. ચાર વિશેષ ટીમોએ આઠ રાજ્યોમાં લગભગ 25,000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને પવિત્ર સ્થળોએથી માટી અને જળ એકત્ર કર્યું છે. આ માટી અને જળનો ઉપયોગ મંદિર નિર્માણની ધાર્મિક વિધિઓમાં કરવામાં આવશે. આ યાત્રા આસ્થા, સંસ્કૃતિ અને સમાજની એકતાનો સંદેશ આપે છે.