શિનોર તાલુકાની મહિલા એન્જિનિયર લાંચ કેસમાં ફરાર
શિનોર તાલુકાની મહિલા એન્જિનિયર લાંચ કેસમાં ફરાર
Published on: 08th October, 2026

વડોદરાના શિનોર તાલુકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ કામોના બિલ પાસ કરવા માટે ૯ ટકા લેખે ૨૫ હજારની લાંચ માંગવાના કેસમાં મહિલા એન્જિનિયર નિધિ તડવી હજી ફરાર છે. કોન્ટ્રાક્ટરની ફરિયાદ બાદ એસીબીએ લાંચ લેવા આવેલા તેના મિત્ર આશુતોષ પાઠકને ઝડપી પાડ્યો હતો, જેને કોર્ટે જેલ હવાલે કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે એન્જિનિયરે સાહેબ, ઓડીટ, બ્લોક, ક્લસ્ટર, સરપંચ અને તલાટી સહિત કુલ ૯ ટકા રકમ વહેંચવાની હતી. એસીબી મહિલા એન્જિનિયરને ઝડપી પાડવા પ્રયાસો કરી રહી છે.