ભાવનગર લઠ્ઠાકાંડમાં મુખ્ય સૂત્રધાર રઈસની દિલ્હી-મધ્યપ્રદેશથી મટિરિયલ લાવ્યાની કબૂલાત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મુખ્ય સૂત્રધાર રઈસની દિલ્હી-મધ્યપ્રદેશથી મટિરિયલ લાવ્યાની કબૂલાત
Published on: 23rd August, 2026

ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો છે. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર 'મોતનો સોદાગર' રઈસ પોલીસ રિમાન્ડ પર છે. તેણે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે નકલી દારૂ બનાવવા માટેનું મટિરિયલ તે દિલ્હી અને મધ્યપ્રદેશથી લાવ્યો હતો. રઈસની કબૂલાતના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ પુરાવા એકત્ર કરી રહી છે. આ ઉપરાંત, સિહોરમાં ઝડપાયેલી દારૂની બોટલો અંગે પણ SMC તપાસ કરી શકે છે. આ ભયાનક ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી છે.