રાધનપુર કોર્ટે બે શિક્ષક પરિવારોને ₹1.11 કરોડનું વળતર ચૂકવવા આદેશ કર્યો.
રાધનપુર કોર્ટે બે શિક્ષક પરિવારોને ₹1.11 કરોડનું વળતર ચૂકવવા આદેશ કર્યો.
Published on: 03rd April, 2026

રાધનપુર કોર્ટે 3 ઓક્ટોબર, 2023ના રોજ થયેલા કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા બે શિક્ષકોના પરિવારોને કુલ ₹1,11,29,900 નું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. જેમાં નિવૃત્ત શિક્ષક ટોકરભાઈ પરમાર અને સરકારી શિક્ષક માધાજી ઠાકોરનું મૃત્યુ થયું હતું. કોર્ટે અકસ્માત કરનાર કાર ચાલક અને વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ટોકરભાઈના પરિવારને ₹25,03,700 અને માધાજીના પરિવારને ₹86,26,200નું વળતર મળશે. આ કેસ રાધનપુર કોર્ટમાં તેમના વકીલ મારફત દાખલ કરવામાં આવ્યો હતો.