અમદાવાદના ભાડજ તળાવ પાસે બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.
અમદાવાદના ભાડજ તળાવ પાસે બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.
Published on: 13th February, 2026

અમદાવાદના એસપી રિંગ રોડ નજીક ભાડજ તળાવ પાસે બે ટુ-વ્હીલર અથડાતા એકનું ઘટનાસ્થળે જ મોત થયું. 'A' ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાહનોની ટક્કર એટલી જોરદાર હતી કે ફુરચા ઉડી ગયા. પોલીસે પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને ખસેડી પરિવારજનોને જાણ કરી છે. ઈજાગ્રસ્ત બાઈક ચાલકની બેદરકારી બદલ ગુનો દાખલ કરાયો છે. વધતા અકસ્માતો ચિંતાનો વિષય છે.