અંધાત્રી (માંડવી) પાલિકાની પાણીની ટાંકીમાં ક્લોરિન ગેસ લીકેજ
અંધાત્રી (માંડવી) પાલિકાની પાણીની ટાંકીમાં ક્લોરિન ગેસ લીકેજ
Published on: 08th October, 2026

માંડવી નગરમાં બિલેશ્વર મંદિર પાસે આવેલી નગરપાલિકાની પાણીની ટાંકીમાં મોડી રાત્રે ક્લોરિન ગેસ લીકેજની ઘટના બની હતી. 80 કિલોના સિલિન્ડરમાંથી વાલ્વ ડેમેજ થતાં ગેસ લીકેજ થયો હતો. આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે ધોબણી નાકાથી તરસાડા બાર સુધીનો રસ્તો બંધ કરાયો હતો અને આજુબાજુના 150થી વધુ ઘરો ખાલી કરાવીને લગભગ 125 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગેસની અસરને કારણે એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.