રાજકોટમાં યુવકની હત્યાના પ્રયાસમાં ચાર શખ્સો ઘાતક હથિયારો સાથે ઝડપાયા
રાજકોટમાં યુવકની હત્યાના પ્રયાસમાં ચાર શખ્સો ઘાતક હથિયારો સાથે ઝડપાયા
Published on: 08th October, 2026

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ગૌરાંગ ઉર્ફે ગવલો બાવાજીની હત્યા કરવાના ઈરાદે ઘાતક હથિયારો સાથે આવેલા સિકંદર રાઉમા અને તેના ત્રણ સાગરિતોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી બંને પક્ષો વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી, જેમાં એક વર્ષ પહેલા ગૌરાંગે સિકંદરના ભાઈની રિક્ષામાં તોડફોડ કરી હતી. આ ઝઘડાના કારણે ગઇકાલે રાત્રે ગૌરાંગ પર ફરસી જેવા હથિયારથી હુમલો કરાયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બે તલવાર, ફરસી અને અન્ય હથિયારો કબજે કરી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.