વડોદરા નજીક દશરથ ગામે પ્લોટની દેખરેખ રાખતા ત્રણ સંતાનના પિતાની માથું છુંદી હત્યા
વડોદરા નજીક દશરથ ગામે પ્લોટની દેખરેખ રાખતા ત્રણ સંતાનના પિતાની માથું છુંદી હત્યા
Published on: 26th June, 2026

વડોદરાના દશરથ ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. ત્રણ સંતાનના પિતા ઉમેદ વસાવા, જેઓ રાત્રે પ્લોટની દેખરેખ રાખવાનું અને દિવસે કાર વોશિંગનું કામ કરતા હતા, તેમની માથું છુંદીને હત્યા કરવામાં આવી છે. તેમના પિતાની જગ્યાએ કામ કરવા ગયેલા ઉમેદની લાશ સવારે મળી આવી હતી. તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને પાસે એક પથ્થર પણ પડ્યો હતો. છાણી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ કરી છે.