વડોદરામાં નવરાત્રિ પહેલાં ગરબા ગ્રાઉન્ડ્સનું ડ્રોન, ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ
વડોદરામાં નવરાત્રિ પહેલાં ગરબા ગ્રાઉન્ડ્સનું ડ્રોન, ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ
Published on: 08th October, 2026

વડોદરામાં નવરાત્રિ ઉત્સવની તૈયારીઓ વચ્ચે શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. SOG દ્વારા ગરબા ગ્રાઉન્ડ્સ, રેલવે સ્ટેશન અને બસ ડેપો જેવા જાહેર સ્થળો પર ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શરૂ કરાયું છે. આ ઉપરાંત, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા મોટા ગરબા ગ્રાઉન્ડ્સ પર ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનરે અધિકારીઓને ગરબા ગ્રાઉન્ડ્સ પર સતત નજર રાખવા અને અવાવરૃ વિસ્તારોમાં પેટ્રોલિંગ જાળવી રાખવા સૂચના આપી છે. સુરક્ષા સાથે ટ્રાફિક વ્યવસ્થા પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.